Tuesday, November 13, 2018

યોગ દિન ઉજવણી

યોગ દિન ઉજવણી શા માટે કરવી? 


વર્ષ 2015થી યોગને આંતર રાષ્ટ્રીય યોગ દિન ઉજવણીની શરૂઆત કરવામાં આવી. આ ઉજવણી ભારતમાં તેમજ વિશ્વના 172 દેશોમાં થાય છે. યોગ દિન ઉજવણી દર વર્ષે 21 જૂન ના દિવસે ઉજવવાની માન્યતા આપવામાં આવી. આ ઉજવણી શાળા , કોલેજો અને સરકારી કાર્યાલયો તેમજ વિશ્વભરના યોગમાં રસ રુચિ ધરાવતા તમામ લોકો ભાગ લે છે. યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ બાળકોમાં નાનપણથી યોગ પ્રત્યે રુચિ ધરાવતા થાય તે માટે શાળાઓમાં પણ ઉજવણી કરવાની રહે છે. યોગ દિનના દિવસે કરવાની તમામ પ્રવૃતિઓ, યોગ ક્રિયાઓ , આસનો , મુદ્રાઓ જેવી માહિતીનું મોડ્યુલ અહીં આપેલ છે. યોગ દિન અહેવાલ પણ આપેલ છે. યોગ દિન ઉજવણી માટે ગુજરાત સરકાર દ્વારા કરવા આપેલ પરિપત્ર પણ આપેલ છે. યોગ દિન ઉજવણીની સંપૂર્ણ માહિતી આપેલ છે. નીચે આપેલ ફાઈલો ડાઉનલોડ કરો અને બાળકોને યોગ કરાવવાની માહિતી પણ આપેલ છે. આ તમામ ફાઈલો શાળા અને શિક્ષકોને ઉપયોગી બનશે એવી આશા રાખું છું. તે માટે મારી વેબસાઇટની મુલાકાત લેતા રહેશો.

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.'યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે - રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે - ઓશો. 

પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો. 
આ આઠ અંગો છે - 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા 7)ધ્યાન 8)સમાધિ. ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે - આસન, પ્રાણાયામ, અને ધ્યાન. 

તમને ઈશ્વરને જાણવા છે, સત્યને જાણવુ છે, સિધ્ધિઓ મેળવવી છે કે ફક્ત સ્વસ્થ રહેવુ છે, તો પાતાંજલિ કહે છે કે તમારે શરૂઆત શરીર તરફથી જ કરવી પડશે. શરીરને બદલશો તો મન બદલશે. મન બદલશો તો બુધ્ધિ બદલશે. બુધ્ધિ બદલશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઈ જશે. આત્મા તો સ્વસ્થ છે જ. એક સ્વસ્થ આત્મચિત જ સમાધિ મેળવી શકે છે. 

જેમના મગજમાં દ્વંદ છે, તેઓ હંમેશા ચિંતા, ભય અને શંકામાં જ જીવે છે. તેમનુ જીવન એક સંઘર્ષ જ જોવા મળે છે, આનંદ નહી. 

યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે - યોગશ્ચિત્તિનિરોધ. ચિત્તનો અર્થ છે બુધ્ધિ, અહંકાર અને મન નામની વૃત્તિના ક્રિયાકલાપોથી બનનારો અંતકરણ. તમે ઈચ્છો તો આને અચેતન મન પણ કહી શકો છો, પણ આ અંત:કરન આનાથી પણ સૂક્ષ્મ માનવામાં આવ્યુ છે. 

દુનિયાના બધા ધર્મો આ ચિત્ત પર જ કબ્જો મેળવવા માંગે છે, તેથી એમને જુદા જુદા નિયમો, ક્રિયા કાંડ, ગ્રહ-નક્ષત્ર અને ઈશ્વરના પ્રત્યે ભયને ઉત્પન્ન કરીને લોકોને પોતપોતાના ધર્મો સાથે બાંધી રાખ્યા છે. પાતંજલિનુ કહેવુ છે કે આ ચિત્તને જ પૂરી કરો. 

યોગ દિવસ ઉજવણી આયોજન ફાઈલ પીડીએફ   - download here 
યોગ દિવસ ઉજવણી આયોજન ફાઈલ વર્ડ  - download here 
યોગનું મોડ્યુલ પીડીએફ  - download here
યોગિક ક્રિયાઓ મોડ્યુલ  - download here
યોગ દિવસ ઉજવણી પરિપત્ર  - download here

યોગ ભગાવે રોગ....

ભારત અને વિશ્વના અનેક લોકોને યોગથી અનેક ફાયદા થયા છે. આ યોગથી અપણા શરીરમાં જે કોઈ રોગ હોય અને આ તમામ રોગોમાંથી છુટકારો મળે મળે છે. હાલના ભયંકર રોગ બીપી, ડાયાબીટીસ, અને કેન્સર જેવા ભયંકર રોગોમાંથી આપણને મુક્તિ મળે છે. નિયમિત યોગ કરવાથી દરેક વ્યક્તિને અનેક ફાયદા થાય છે. આજે એ સાબિત કરવાની જરૂર નથી એ યોગથી શરીરને ફાયદા થાય છે. આપણે યોગ કરીએ તો શરીરનો સમતોલ  વિકાસ થાય છે. શરીરના વિકાસ થાય છે. શરીર સુડોળ અને દરેક અંગોનો યોગ્ય વિકાસ થાય છે. 

યૌગિક ક્રિયાઓ.

શરીરમાં પ્રાણનું બહુ મોટું મહત્વ છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ હશે. ત્યાં સુધી જ માનવ જીવંત રહી શકે છે. આ પ્રાણના યોગ્ય વિકાસ માટે અપને પ્રાણાયામ કરવા પડે છે. પ્રાણાયામઃ શ્વાસ ખેંચવાની, એને રોકવાની અને બહાર કાઢવાની વિધિસરની ક્રિયાને પ્રાણાયામ કહેવાય. પ્રાણાયામ દ્વારા શરીરની સૂક્ષ્મ ક્રિયાપદ્ધતિ પર અદશ્યરૂપમાં પ્રભાવ પડે છે, જેથી રક્તસંચાર, નાડીસંચાલન, પાચનક્રિયા, સ્નાયુઓની દઢતા, ગાઢનિદ્રા, સ્ફૂર્તિ વગેરે માનસિક વિકાસનાં ચિહન સ્પષ્ટ રૂપમાં દેખાય છે. પ્રાણાયામથી સ્વાસ્થ્ય, બળ, પ્રસન્નતા અને ઉત્સાહ
અને પરિશ્રમની યોગ્યતા વધે છે.

પ્રાણાયામ કરવાથી થતા ફાયદાઓ
ઊંડો અને પૂરો શ્વાસ લેવાથી વાયુ ફેફસાંના દરેક ભાગમાં જઈને સર્વે કોષોના રક્તની સફાઈ કરી શકે છે. ફેફસાં સ્વસ્થ થઈ મજબૂત બને છે. પાચનક્રિયા મજબૂત બને છે. આરોગ્ય સારું રહે છે અને દીર્ઘજીવન બને છે. સૂર્યચક્ર જાગ્રત થાય છે, જેથી સૂક્ષ્મજગતનાં રહસ્યોની ખબર પડે છે. હૃદય મજબૂત બને છે. તમારા આયુષ્મમાં વધારો થાય છે. મન-શરીર સ્વચ્છ રહે છે.


Previous Post
First
Related Posts

0 comments: