Tuesday, November 13, 2018

ગુજરાતી ભાષાના પ્રશ્નો અને જવાબો.

1.    ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શુર.    - અખો   
2.    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે.    - હરજી લવજી દામાણી 
3.    જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,  - કવિ કલાપી 
4.    યા હોમ કરીને પડો,ફતેહ છે આગે.  - કવિ નર્મદ   
5.    અમને નાખો જિંદગીની આગમાં,
      આગને પણ  ફેરવીશું બાગમાં.....  - શેખાદમ આબુવાલા   
6.    હેજી તારા આંગણીયે કોઈ આવે તો
       એને આવકારો  મીઠો આપજે રે......   - દુલા કાગ   
7.    ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
      આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે   
8.    હું માનવી માનવ થાઉં તો ધણું.    - સુન્દરમ્   
9.    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.   -          અરદેશર ખબરદાર   
10.    જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું          પ્રભાત.   - કવિ નર્મદ   
11.    જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી
મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.       - પ્રેમાંનદ
12.    ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ
નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત.      - કવિ અરદેશર ખબરદાર
13.    મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.    - ઉમાશંકર જોશી   
14.    ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ   - ન્હાનાલાલ   
15.    હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.  - કલાપી   
16.    જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !    - કવિ બોટાદકર   
17.    રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ..    - મીરાંબાઈ   
18.    જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.              - કરસનદાસ માણેક
19.    છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !             - ઝવેરચંદ મેધાણી
20.    રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.           -  કવિ કલાપી
21.    હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?  - દલપતરામ
22.    તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.    - કવિ કલાપી
23.    આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી
સોગાત ખુદાની.                         - બરકત વિરાણી
24.    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?            - અમૃત ધાયલ   
25.    ત્રણ વાનાં મુજને મળ્યાં,હૈયું ,મસ્તક, હાથ;
બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું .            - ઉમાશંકર જોશી
26.    સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં !                       - કવિ ન્હાનાલાલ
27.    ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ
સત્યાગ્રહની કર્મભૂમિતું,ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન
ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત                   - બચુભાઈ રાવત
28.    મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો !          - નરસિંહરાવ દિવેટિયા
29.    બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશું.    -  ગની દહીંવાલા 
30.    વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી.                - ઉમાશંકર જોશી
31.    મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી
એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી.            - ન્હાનાલાલ
32.    સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા
માટે સુંદર બનવું પડે. - કલાપી   
33.    વૈષ્ણવજન તો તેને રે કહીએ......                - નરસિંહ મહેતા
34.    એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ....        - અખો
35.    હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને .  - પ્રીતમ
36.    શ્યામ રંગ સમીપે ન જાઉં,              - દયારામ   
37.    મેરૂ રે ડગેને જેનાં મનના ડગે....                - ગંગાસતી   
38.    વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું,                    - દયારામ   
39.    અંધેરી નગરી ને ગંડુ રાજા....   - દલપતરામ   
40.    આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે...  - નરસિંહરાવ દિવેટિયા
41.    નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન..    - બ.ક.ઠાકર 
42.    મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.- કરસનદાસ માણેક
43.    માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે,      - પન્નાલાલ પટેલ
44.    ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, - રાજેન્દ્ર શાહ
45.    પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો
પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને
યાદ આવ્યા, - હરીન્દ્ર દવે
46.    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...        - રાવજી પટેલ
47.    ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમ...        - મણિલાલ દેસાઈ
48.    શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી..    - ચંદ્રકાન્ત શેઠ
▪ભવાઈના પિતા :- અસાઈત ઠાકર

▪ભવાઈની શરુઆત કરાવનાર :- અસાઈત ઠાકર

▪અસાઈત ઠાકરનું ગામ :- સિધ્ધપુર

▪અસાઈત ઠાકરે લખેલા વેશ :-360

▪ભવાઈનો સૌથી જૂનો વેશ :-રામદેવપીરનો વેશ

▪અસાઈતનાં વંશજોની ઓળખ :-  તરગાળા

▪ભવાઈનો અર્થ :-  ભવની વહી એટલે ભવની કથા, જિંદગીની કથા

▪ભવાઈ માતાજીનો મહાપ્રસાદ :- ઊમિયા માતાજીનો

▪ભવાઈનું મુખ્ય વાજિંત્ર :- ભૂંગળ

▪ભવાઈના પાત્રો :-ખેલૈયા

▪ભવાઈના મુખ્ય પાત્રો :- રંગલો - રંગલી

▪ભવાઈમાં ભાંણ અને ભાણિકા જેવો વેશ કરનારા:- ભાંડ કહેવાયા

▪ભવાઈમાં વેશ શિખવનાર :- વેશગોર

▪ભવાઈમાં ત્રણ પુરુષ વેશ ભજવે તે :- મૂછબંધ કહેવાય

▪ભવાઈમાં ત્રણ સ્ત્રી વેશ ભજવે તે :-કાંચળિયા

▪ભવાઈમાં ડગલાને કહેવાય :- વિદૂષક

▪અસાઈત ઠાકરનો સમયગાળો :-દિલ્હી સલ્તનત

▪અસાઈત ઠાકરનો સમયગાળો :-14 મી સદી
આખ્યાન ના પિતા - ભાલણ

આખ્યાન શિરોમણી  - પ્રેમાનંદ


માનવીની ભવાઈ - પન્નાલાલ પટેલ

માનવીનો માળો -પુષ્કર ચંદરવાકર
લીલુંડી ધરતી -ચુંનીલાલ મડીંયા

લીલુંડા લેજો - પુષ્કર ચંદરવાકર
બેકાર - ઈબ્રાહીમ પટેલ

બેફામ - બરકતઅલી વિરાણી

મસ્ત -  બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા

મસ્ત કવિ - ત્રિભુવન ભટ્ટ
બારી બહાર -પ્રહલાદ પારેખ

ઉઘાડી બારી - ઉમાશંકર જોશી.
ગતિ અને ધ્વનિ - જયન્તં ખત્રી

ધ્વનિ -રાજેન્દ્ર શાહ..
ઝેર તો પીધા જાણી જાણી (કૃતિ)  - મનુભાઈ પંચોલી

ઝેર તો પીધા જાણી જાણી (પંક્તિ ) - મીરા બાઈ
વસંત વિજય -  ખંડ કાવ્ય - મણીશંકર રત્નજી ભટ્ટ

વસંત વિલાસ  - ૠતુ કાવ્ય
ગુજરાત નો ઈતિહાસ આપનાર - પ્રાણલાલ એદલજી ડોસા

અમદાવાદ નો ઈતિહાસ આપનાર - મગનલાલ વખતચંદ શેઠ

ગુલાબ - નગીનદાસ મારફતીયા.
પીળું ગુલાબ અને હુ - લાભશંકર ઠાકર..
સિંહાસન બત્રીસી,નંદબત્રીસી- શામળ
જ્ઞાનબત્રીસી- ધીરો.

શિવમ્ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
સુંદરમ્ - ત્રિભુવન દાસ લુહાર
સત્યમ્ - શાંતિલાલ શાહ

બારી બહારના કવિ તો પ્રહલાદ પારેખ જ આવે પરંતુ બારી ઉઘાડી રહી ગઈ એમા શિવકુમાર જોશી આવે.
મહાનુભાવોના ઉપનામ
ગાંધીજી-રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત

સરદાર વલ્લભભાઈ પટેલ-સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક

‎મોહંમદ બેગડો-ગુજરાતનો અકબર

ડૉ ચંદુલાલ દેસાઈ- છોટે સરદાર

 ‎જમશેદજી તાતા-ભારતીય ઉદ્યોગ ના પિતામહ

વર્ગીસ કુરિયન-શવેતક્રાંતિના જનક

ડૉ. હોમી ભાભા-અણુશક્તિના પિતામહ

 ‎જામ રણજીતસિંહજી-કરિકેટનો જાદુગર

પુષ્પાબહેન મહેતા-મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી

ગણેશ વાસુદેવ માવળંકર-ભારતની સંસદ ના પિતા

‎કુમારપાળ -ગજરાતનો અશોક

 ગિજુભાઈ બધેકા-બાળકોની મુછાળી મા

શ્રીમદ રાજચંદ્ર- સાક્ષાત સરસ્વતી

નરસિંહ મહેતા-આદિ કવિ

મીરાબાઈ-દાસી જનમ જનમની
 ‎
અખો   -જઞાન નો વડલો

નર્મદ-નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક

ઝવેરચંદ મેઘાણી-રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
 ‎
પ્રેમાનંદ   -મહાકવિ

 ઉમાશંકર જોશી-વિશ્વશાંતિનો કવિ

પન્નાલાલ પટેલ -સાહિત્યજગતનો ચમત્કાર

ન્હાનાલાલ   -કવિવર
 ‎
કલાપી-સરતાની વાડીનો મીઠો મોરલો

ગોવર્ધનરામ ત્રિપાઠી-પડિતયુગના પુરોધા

આનંદશંકર ધ્રુવ-પરબધ્ધ જ્ઞાનમૂર્તિ

ચુનીલાલ આશારામ ભગત-પજ્ય મોટા

રવિશંકર રાવળ-કલાગુરુ

રવિશંકર મહારાજ -કળિયુગના રૂષી મૂકસેવક

નરસિંહરાવ દિવેટિયા -સાહિત્ય દિવાકર

મોહનલાલ પંડ્યા-ડગળીચોર

ઈન્દુલાલ યાજ્ઞિક-અમીર શહેરના ગરીબ ફકીર

મોતીભાઈ અમીન -ચરોતરનું મોતી

રણજિતરામ વાવાભાઇ મહેતા -ગજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક

હેમચંદ્રાચાર્ય   -કલિકાલ સર્વજ્ઞ
 અખંડાનંદ    -જઞાનની પરબ

કસ્તુરભાઈ લાલભાઈ- શીલભદ્ર ,શ્રેષ્ઠી
 ‎
પંડિત સુખલાલજી-પરજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત

ફર્દુનજી મર્જબાન -ગજરાતની પત્રકારત્વનો આદિપુરુષ

‎એલેકઝાન્ડર ફાર્બસ-લોકાભિમુખ રાજપુરુષ

જમશેદજી જીજીભાઈ-હિન્દના હાતિમતાઈ
નરસિંહ મહેતા= આદિ કવિ
મીરાબાઈ=દાસી જનમ જનમની
અખો=જ્ઞાન નો વડલો
નર્મદ=નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
ઝવેરચંદ મેઘાણી=રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
પ્રેમાનંદ=મહાકવિ
ઉમાશંકર જોશી=વિશ્વશાંતિનો કવિ
પન્નાલાલ પટેલ=સાહિત્યજગતનો ચમત્કાર
ન્હાનાલાલ=કવિવર
કલાપી=સૂરતાની વાડીનો મીઠો મોરલો
ગોવર્ધનરામ ત્રિપાઠી=પંડિતયુગના પુરોધા
આનંદશંકર ધ્રુવ=પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
ચુનીલાલ આશારામ ભગત=પૂજ્ય મોટા
રવિશંકર રાવળ=કલાગુરુ
રવિશંકર મહારાજ=કળિયુગના રૂષી, મૂકસેવક
નરસિંહરાવ દિવેટિયા=સાહિત્ય દિવાકર
મોહનલાલ પંડ્યા=ડુંગળીચોર
ઈન્દુલાલ યાજ્ઞિક=અમીર શહેરના ગરીબ ફકીર
મોતીભાઈ અમીન=ચરોતરનું મોતી
સરદાર વલ્લભભાઈ પટેલ=સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
મોહંમદ બેગડો=ગુજરાતનો અકબર
ડૉ. ચંદુલાલ દેસાઈ=છોટે સરદાર
જમશેદજી તાતા=ભારતીય ઉદ્યોગ ના પિતામહ
વર્ગીસ કુરિયન=શ્વેતક્રાંતિના જનક
ડૉ. હોમી ભાભા=અણુશક્તિના પિતામહ
કુમારપાળ=ગુજરાતનો અશોક
ગિજુભાઈ બધેકા=બાળકોની મુછાળી મા
શ્રીમદ રાજચંદ્ર=સાક્ષાત સરસ્વતી
કૉનું શું વખણાય ?

 મીરા બાઈ - પદો
નરસિંહ મહેતા - પ્રભાતિયા
દામોદર બોટાદકર- રસો
કવિ ધીરો - કાફી
 ભોજા ભગત - ચાબખા
 નાન્હાલાલ- ડોલનશૈલી, ઊર્મિકાવ્ય
 અખો - છપ્પા
 શામળ - છપ્પા,પદ્યવાર્તા
 બળવંતરાય ઠાકોર- સોનેટ
 વલ્લભ ભટ્ટ - ગરબા
દયારામ - ગરબી
 કવિ કાન્ત-ખંડ કાવ્ય

 કલાપી- ખંડ કાવ્ય [કેકારો]
 પ્રેમાનંદ -આખ્યાન
 ભાલણ - આખ્ચાનનાં પિતા
ઝવેરચંદ મેઘાણી - લોકસાહિત્ય
 ધૂમકેતુ - નવલિકા [ટૂંકીવાર્તા]
 ગિજુભાઇ બધેકા - બાળ સાહિત્ય
નર્મદ - ગદ્ય
 જ્યોતીન્દ્રે દવે - હાસ્ય સાહિત્ય

પિંગળશી ગઢવી - લોકવાર્તા
 કાલેલકર - નિબંધ,પદ્ય નાટક
 ગુણવંતરાય આચાર્ય - દરિયાઈ નવલકથા
 અમૃત ઘાયલ - ગઝલ
 નરસિંહરાવ દિવેટિયા -એકાંકી
 અસાઇત ઠાકર - ભવાઈ
 મહાદેવભાઇ દેસાઈ - ડાયરી સાહિત્ય
 ક.મા મુનશી - ઐતિહાસિક નવલકથા
 મોહન પટેલ - લઘુક્થા
(૧) ‘કંઠે ભુજાઓ રોપવી’ આ રૂઢિપ્રયોગ નો અર્થ...

(A) અંગત વાત જાણવા ન દેવી
(B) વેદના થી રડવા જેવું થઈ જવું
(C) પોતાની વાત પ્રત્યે અડગ રહેવું
(D) ભાવભીનું સ્વાગત કરવું ✔

(૨) ઘૂમટો તણેલી સ્ત્રી શબ્દસમુહ માટે એક શબ્દ...

(A) સરંગટ ✔
(B) નવોઢા
(C) શિરમોર
(D) લાજીતા

(૩) ‘નિર્મળ ગુજરાત કોને ન ગમે’ આ વાક્ય માં ‘નિર્મળ’ શબ્દ ને વ્યાકરણ ની પરિભાષા માં શુ કહેશો ?

(A) સર્વનામ
(B) કૃદંત
(C) વિશેષણ
(D) સંજ્ઞા

(૪) છન્દ ઓળખવો :
“સોટીને શિક્ષકો કેરા, શાળા માંહે સમાગમે, વિદ્યાને વેદના બે મેં, એક સાથે જ મેળવ્યા”

(A) મંદાક્રાંતા
(B) અનુષ્ટુપ ✔
(C) દોહરો
(D) મનહર

(૫) ‘હલકા તો પરેવાની પાંખથી, મહાદેવથી યે મોટાજી’ - આ પંક્તિ માં અલંકાર કયો છે ?

(A) ઉતપ્રેક્ષા
(B) યમક
(C) વ્યતિરેક ✔
(D) અનન્વય

(૬) ‘બેવટો’ - આ શબ્દ કોના માટે વાપરી શકાય ?

(A) બે વ્યક્તિ માટે
(B) અતિશય વટ માટે
(C) દેશવટો આપીએ ત્યારે
(D) બે નદી ના સંગમ માટે ✔

(૭) ‘અચ્છેર’ શબ્દ ની સંધિ છૂટી પાડો ?

(A) અદ + શેર
(B) અધઃ + શેર ✔
(C) અધ + શેર
(D) અદ્ય + શેર

(૮) ઉચ્ચાર ની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ?

(A) ચ
(B) છ
(C) ગ ✔
(D) જ

(૯) શબ્દકોશ ના ક્રમ માં છેલ્લે કયો શબ્દ આવશે ?

(A) ઝરમર ✔
(B) અંજની
(C) જ્ઞાન
(D) જગન્નાથ

(૧૦) ગજલ સાથે સબંધ ન ધરાવતો શબ્દ કયો છે ?

(A) ઉથલો
(B) રદીફ
(C) શેર
(D) મત્લા ✔

(૧૧) ‘ઠરેલ’ શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.

(A) વાણો
(B) ઉછાંછળૂ ✔
(C) અદ્વૈત
(D) છૂટ

(૧૨) ‘સંદેશ’ વર્તમાનપત્ર ના તંત્રી કોણ છે ?

(A) શ્રેયાશ શાહ
(B) યશવંત શાહ
(C) ફાલ્ગુનભાઈ પટેલ ✔
(D) ભુપત વડોદરિયા

(૧૩) ....... માં રહેવા થી સુખ મળે એવું ક્યાં છે ? - યોગ્ય શબ્દ મુકો.

(A) પ્રસાદ
(B) પ્રાસાદ ✔
(C) કુટિયા
(D) નગરી

(૧૪) નીચેના માંથી કઈ જોડણી ખોટી છે ?

(A) સરઘસ
(B) સૂનમુન ✔
(C) તિમિર
(D) વિજળી

(૧૫) રણમલ છન્દ ના રચયિતા નું નામ શું છે?

(A) શાલીભદ્ર સુરી
(B) વિનયચંદ્ર
(C) જિન સુરી
(D) શ્રીધર વ્યાસ ✔

(૧૬) આતો ભગવાનની લીલા છે - વિભક્તિ ઓળખાવો.

(A) સંપ્રદાન વિભક્તિ
(B) સબંધ વિભક્તિ ✔
(C) અપાદાન વિભક્તિ
(D) અધિકરણ વિભક્તિ

(૧૭) જેનું એક પણ બાળક મરી ન ગયું હોય તેવી સ્ત્રી - માટે નો સમાસિક શબ્દ જણાવો.

(A) અવિકારી
(B) અખોવાન ✔
(C) અખંડ સૌભાગ્યવતી
(D) અન્નપૂર્ણા

(૧૮) ‘અનભે’ શબ્દ નું શિષ્ટ રૂપ આપો.

(A) ભયભીત
(B) આકાશ
(C) નિર્ભય ✔
(D) વાદળ

(૧૯) મને પણ રાત્રે નીંદ નથી આવતી. - નિપાત ઓળખો

(A) નથી
(B) પણ ✔
(C) રાત્રે
(D) નિંદ

(૨૦) નીચે માંથી કયો એક રૂઢિપ્રયોગ છે ?

(A) ઉતર્યો અમલ કોડી નો
(B) એક પંથ ને દો કાજ
(C) એક હાથે તાળી ન પડે
 (D) ડાગળી ચાસકી જવી ✔

(૨૧) ‘મ સ જ સ ત ત ગા’ ગણ બંધારણ કયાં શબ્દ નું છે ?

(A) મંદાક્રાંતા
(B) શાર્દુલવિક્રિડીત ✔
(C) વસંતતિલકા
(D) સગધરા

(૨૨) નીચેના પૈકી કયો છન્દ અક્ષરમેળ છન્દ છે ?

(A) દોહરો
(B) હરિગીત
(C) ચોપાઈ
(D) અનુષ્ટુપ ✔

(૨૩) ‘શર’ શબ્દ નો અર્થ જણાવો.

(A) શૂરાતન
(B) સરોવર
(C) બાણ ✔
(D) માથું

(૨૪) નીચેના પૈકી કયાં શબ્દ ની જોડણી બંને રીતે માન્ય નથી ?

(A) ભાવિ - ભાવી ✔
(B) કવીન્દ્ર - કવિન્દ્ર
(C) કુટીર - કુટિર
(D) રાષ્ટ્રિય - રાષ્ટ્રીય

(૨૫) ગુજરાતી ભાષા નો પ્રથમ શબ્દકોશ....

(A) નવો કોશ
(B) નર્મ કોશ ✔
(C) સાર્થ કોશ
(D)ભાગવત ગોમંડળ 
Previous Post
Next Post
Related Posts

0 comments: